શ્રી સારસ્વત શિક્ષણ સંકુલ્ નુ સુરત જિલ્લા ની મોટાભાગ ની હાઇસ્કૂલઑ અને પડૉશી જિલ્લાની કૅટ્લીક શાળા ઓને પોતાના કાર્ય્ક્ષેત્ર માં આવરી લીધેલ છે.

અનુભવી શિક્ષકો દ્વારા પ્રશ્નપત્રો કઢાવી તેમાંથી પ્રશ્નોનુ તારણ કાઢી ખુબ ગોપનીય રીતે પ્રશ્નપત્ર છ્પાવી ને વિતરણ કરાય છે.

સરકારી પરિપત્ર મુજબ શિક્ષણ મુલ્યાંક્ન ના પત્રકો કાર્ય્ક્ષેત્ર ની શાળા માં પહોચાડ્વામાં આવે છે.

વધુ માહિતી »

Teachers Login Here

Teachers Login Form

 

Forgot Password

Admin Login Here

Admin Login Form

 

Forgot Password



History

         ગ્રામ્ય વિસ્તાર શાળાઓમાં થતી પરીક્ષા માટે શહેરી વિસ્તાર આયોજનમાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના નિવારણ માટે ગ્રામીણ કક્ષાએ પરીક્ષાની વ્યવસ્થામા કંઇક વ્યવસ્થિત અને આયોજનબદ્ધ વ્યવસ્થા મંડળ રચાય એવો સદ્દવિચાર - શ્રી હરેન્દ્રસિંહ ગોહિલ (પલસાણા)
શ્રી ઠાકોરભાઈ પટેલ ( પારડીપાટા)
શ્રી હસમુખભાઈ પંચાલ (ચલથાણ)
શ્રી ચીમનભાઈ કે. પટેલ(કામરેજ)
શ્રી સુરેન્દ્રસિંહ વાંસીયા (પ્રા.વિભાગ સણિયાકણદે) ને આવ્યો.

વિચારના અમલીકરણ માટે સૌ ભેગા થઇ “સારસ્વત શિક્ષણ સંકુલની” સ્થાપના ઇ.સ. ૨૦૦૧ માં કરવામાં આવી. સૌની બુદ્ધિમતા ઉપયોગ અને સક્રિય સહકારના સમન્વયથી ગ્રામીણ કક્ષાએ પરીક્ષા નું સુંદર એકરાગિતા ભર્યું આયોજન અને પ્રચાર પ્રસારથી કામરેજ, પલસાણા, અને મહુવા તાલુકાની અનાવલ, ડુંગરી અને વલવાડાની કુલ ત્રણશાળા મળી કુલ ૧૮ શાળાથી પગરણ મંડ્યા. ત્યાં તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંકુલ દ્વારા લેવામાં આવતી પરીક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને શાળા પોતે જ પરીક્ષા લે આવું ફરમાન કાઢવામાં આવ્યું. સારસ્વત શિક્ષણસંકુલના સ્થાપકો દીર્ઘદ્રષ્ટી હતા. શાળાને મળતી નહિવત ગ્રાન્ટ માંથી શાળા પોતે પરીક્ષા પ્રશ્નોપત્રો છપાવવા ખર્ચ ઊઠાવી શકશે નહી.જેથી મોડુ વહેલું સરકાર શિક્ષણ સંકુલનું બાળમૃત્યુ ન થાય તેમ સંકુલે પોતાની કાર્યવાહી જારી રાખી.

         પ્રશ્નોપત્રોનું સુંદર છપાઈકામ, શાળાઓના શિક્ષકોની બુદ્ધિમતાનો ઉપયોગ કરી સુંદર પ્રશ્નોપત્રોનું આયોજન , સમય સંજોગોનો પૂર્ણપણે વિચાર કરી પરીક્ષાના કાર્યક્રમની ગોઠવણ , પ્રશ્નોપત્રોની વ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા , સાથે પ્રશ્નોપત્રોની ગુપ્તતા તેમજ શાળાને પોષાય તેવો પ્રશ્નોપત્રોનો ખર્ચ અને પારદર્શક હિસાબી વહીવટથી જિલ્લાઓની મોટા ભાગની શાળાઓ તેમજ નવસારી જિલ્લાની પણ કેટલીક શાળાઓ આ સંકુલમાં જોડાઈ સંકુલ વટવ્રુક્ષ બનતું ચાલ્યું છે. આજે સારસ્વત શિક્ષણ સંકુલમાં પ્રાથમિક , માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક વિભાગની કુલ ૧૩૨ શાળાઓ જોડાયેલી છે. સૌનો સહકાર અને વિચારોના આદાન પ્રદાનને મળતો આવકાર અને સ્વીકારથી સારસ્વત શિક્ષણ સંકુલ પોતાના ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરશે એવી જરૂર આશા રાખી શકાય.